Monday, Dec 8, 2025

સાતમાં તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધી ૪૦.૦૯% મતદાન, હિમાચલમાં સૌથી વધુ મતદાન

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

Lok Sabha Election 2024 Voting Phase 7 LIVE: 40.09% voter turnout recorded till 1 pm - Oneindia News

૨૦૧૯ના આંકડા પર નજર કરીએ તો બિહારની જે આઠ સીટો પર વોટિંગ થશે, તે તમામ સીટો એનડીએના ખાતામાં ગઇ હતી. યૂપીમાં પૂર્વાંચલની ૧૩ સીટો પર વોટિંગ થશે, ૨૦૧૯માં એનડીએને ૧૧ સીટો મળી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બસપા ગઠબંધનને માત્ર બે સીટો મળી હતી.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં ૧ વાગ્યા સુધી સરેરાશ ૪૦.૦૯  ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.

રાજ્ય ૧ વાગ્યા સુધીમાં મતદાન
બિહાર ૩૫.૬૫%
ચંદીગઢ ૪૦.૧૪%
હિમાચલ ૪૮.૬૩%
ઝારખંડ ૪૬.૮૦%
ઓડિશા ૩૭.૬૪%
પંજાબ ૩૭.૮૦%
ઉત્તર પ્રદેશ ૩૯.૩૧%
પશ્ચિમ બંગાળ ૪૫.૦૭%

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર બેઠક પરથી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, હરસિમરત કૌર બાદલ ભટિંડાથી, લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર બેઠક મેદાનમાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.

આ પણ વાંચો :-

Share This Article