અમેરિકાના જ્યોર્જિયાની શાળામાં ગોળીબાર, 4ના મોત, અનેક ઘાયલ

Share this story

ફરી એકવાર અમેરિકાને લજવતી ઘટના સામે આવી છે. આ વખતે અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે જ્યાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં ગોળીબારમાં અન્ય 30 લોકો ઘાયલ પણ થયા હતા. શાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને વિદ્યાર્થીઓને બપોરે ઘરે મોકલી દેવાયા હતા.

અમેરિકન મીડિયા અનુસાર, જ્યોર્જિયાના બેરો કાઉન્ટીમાં આવેલી અપલાચી હાઈસ્કૂલમાં વાલીઓને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે ગોળીબારના અહેવાલોને પગલે જિલ્લાની તમામ શાળાઓ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. માહિતી મળી છે કે આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિને એર એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત વધારાના હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ શાળા રાજ્યની રાજધાની એટલાન્ટાના ઉત્તરપૂર્વમાં લગભગ 45 માઇલ (70 કિલોમીટર) દૂર વિન્ડર શહેરમાં સ્થિત છે.

આ ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે હોમલેન્ડ સિક્યોરિટી એડવાઇઝર લિઝ શેરવુડ-રેન્ડલે રાષ્ટ્રપતિને ઘટના અંગે જાણકારી આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું, “અમને વધુ માહિતી મળતાં વહીવટીતંત્ર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો :-