ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે આવેલા સહસ્ત્ર તાલ જઈ રહેલી ૨૨ સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે ૧૩ અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન અને હવાઈ માર્ગે બચાવ કામગીરી શરૂ કરી છે.
રાજ્ય સરકારે જણાવ્યા મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે SDRF મુખ્યાલયને તાત્કાલિક બચાવ ટીમો મોકલવા વિનંતી કરી છે અને સ્થાનિક બચાવ ટીમોને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. તેમણે ટ્રેકર્સને બચાવવા અને મૃતકોના મૃતદેહોને બહાર લાવવા માટે એરફોર્સની મદદથી કામગીરીની પણ વિનંતી કરી છે.
ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલ પોલીસ વિભાગો, તેમજ નેહરુ માઉન્ટનરીંગ ઇન્સ્ટીટયુટ અને ITBPના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરાત કરી કે બચાવકર્તાઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ, જેમાં પોલીસ, એસડીઆરએફના જવાનો અને ટ્રેક રૂટથી પરિચિત સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, બુધવારે વહેલી સવારે સ્થળ માટે રવાના થશે.
હિમાલયન વ્યૂ ટ્રેકિંગ એજન્સીન જણાવ્યા મુજબ ૨૯ મેના રોજ, ૨૨ સભ્યોની ટીમ મલ્લ-સિલ્લા-કુશકલ્યાણ-સહસ્ત્રતલ ટ્રેક પર નીકળી હતી, જેમાં કર્ણાટકના ૧૮ સભ્યો, મહારાષ્ટ્રના એક અને ત્રણ સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, આ ટીમ ૭ જૂન સુધીમાં પરત ફરવાની હતી.
આ પણ વાંચો :-