Sunday, Sep 14, 2025

અમેઠીમાં શિક્ષક દંપતી અને તેના બે સંતાનો સહિત 4ની ગોળી મારી હત્યા

2 Min Read

ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક જ પરિવારના ચાર લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જે બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ગુનેગારોએ ઘરમાં ઘૂસીને જે ચાર લોકોની હત્યા કરી હતી તેમાં સરકારી શિક્ષક સુનિલ કુમાર, તેમની પત્ની પૂનમ ભારતી અને બે નાની દીકરીઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણથી વધુ બદમાશોએ થોડી જ સેકન્ડમાં 9 રાઉન્ડ ફાયરિંગ કરીને આખા પરિવારની હત્યા કરી નાખી. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ, રાયબરેલીના સુદામાપુર ગામના રહેવાસી પ્રાથમિક શાળાના શિક્ષક સુનીલ કુમાર (36) અમેઠી જિલ્લાના શિવ રતનગંજ વિસ્તારમાં અહોર્વ ભવાની ચારરસ્તા પર તેમના પરિવાર સાથે ભાડેથી રહેતા હતા. તેની પત્ની પૂનમ ભારતી (30), પુત્રી દ્રષ્ટિ (6) અને પુત્રી લાડો (2) તેની સાથે રહેતી હતી. તે વિસ્તારના પંહૌના ગામની પ્રાથમિક શાળામાં પોસ્ટેડ હતો. ગુરુવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે શિક્ષક તેની પત્ની અને બાળકો સાથે ઘરે બેઠા હતા.

આ હત્યા કેસમાં મૃત શિક્ષકના પિતાની ફરિયાદ પર તિલિયાકોટના રહેવાસી ચંદન વર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મૃતક શિક્ષકની સાસુએ પણ આરોપી ચંદન વર્મા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતક પૂનમની માતાએ જણાવ્યું કે ચંદન પહેલાથી જ તેની પુત્રીને હેરાન કરતો હતો. તે ગામના લોકોને મારી પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હતો. ચંદન પણ છેડતીના કેસમાં સમાધાન માટે દબાણ કરી રહ્યો હતો. જેલમાં જતા પહેલા તેણે હત્યાની ધમકી પણ આપી હતી.

બીજી તરફ, સુનીલના પિતાએ આરોપી ચંદન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પિતાની ફરિયાદ મુજબ સુનીલ કુમાર અને ચંદન વર્મા વચ્ચે થોડા દિવસો પહેલા ઝઘડો થયો હતો. વિવાદ સમયે તેમની વહુ પૂનમ પણ હાજર હતી. આ વિવાદને કારણે ચંદન વર્માએ ગુરુવારે સાંજે પોતાના પુત્ર, પત્ની અને બે પૌત્રીઓની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :-

Share This Article