Friday, Oct 24, 2025

વેસુ વિસ્તારમાં 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરતી વખતે અચાનક હાર્ટઅટેકથી મોત

1 Min Read

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક ધર્મવીરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ સાથે કામ કરતા અન્ય કામદારો તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ધર્મવીરને મૃત જાહેર કર્યા હતા. તો ડોક્ટરની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. 35 વર્ષીય ધર્મવીરનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હાર્ટએટેકથી મોતનો બનાવ રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. જેમાં શહેરના સંતકબીર રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તેઓેને સારવાર મળે તે પહેલા જ તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

આ પણ વાંચો :-

Share This Article