ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમનું ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના પુરનપુર કુખ્યાત આરોપીઓ સાથે એનકાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ હુમલામાં સામેલ 3 આરોપીઓનું મોત થયું છે. આરોપીઓ પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે.
સોમવારે વહેલી સવારે પીલીભીતથી આવેલા એન્કાઉન્ટરના આ સમાચારને યુપી અને પંજાબ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર વિસ્તારમાં થયું હતું. પંજાબ પોલીસની એક ટીમ ત્રણેય આતંકીઓની શોધમાં યુપી આવી હતી. પંજાબ પોલીસ યુપી પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
આ મામલે વાત કરતા યુપીના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના એસપી દ્વારા કરવામાં આવ્યું હતું. યુપી પોલીસને પંજાબ પોલીસ પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્રણેય પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતા. તેમણે કહ્યું કે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરીને હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનની આ એક મોટી સફળતા છે.
પોલીસે વધું જણાવ્યું કે આરોપીઓની ઓળખ ગુરવિન્દર સિંહ (25), વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ (23) અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ (18) તરીકે થઇ છે, તમામ ગુરદાસપુરના રહેવાસી છે.
આ પણ વાંચો :-