શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું કરાયુ છે. ભરતી કેલેન્ડર અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે. રાજ્યમાં 24700 જેટલા શિક્ષકોની ભરતી કરાશે. TAT માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં 7500 જેટલા શિક્ષકો ભરતી કરાશે. CMના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.
ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ 3 સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરુ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.
આ પણ વાંચો :-