દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે ૧૧ વાગ્યા સુધી ૨૩.૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.


|
રાજ્ય |
૧૧ વાગ્યા સુધીમાં મતદાન |
|
બિહાર |
૨૧.૧૧% |
|
જમ્મુ અને કાશ્મીર |
૨૧.૩૭% |
|
ઝારખંડ |
૨૬.૧૮% |
|
લદ્દાખ |
૨૭.૮૭% |
|
મહારાષ્ટ્ર |
૧૫.૯૩% |
|
ઓડિશા |
૨૧.૦૭% |
|
ઉત્તર પ્રદેશ |
૨૭.૭૬% |
|
પશ્ચિમ બંગાળ |
૩૨.૭૦% |
રિઝર્વ બેંક ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શક્તિકાંત દાસે કહ્યું કે ‘આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશના ૧૪૦ કરોડ લોકોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગું છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.
આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.
આ પણ વાંચો :-