Saturday, Sep 13, 2025

આસામમાં ૨૧૦ કરોડ રૂપિયાનું ૨૧ કિલો હેરોઈન જપ્ત, એકની ધરપકડ

2 Min Read

આસામમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કચર જિલ્લામાંથી રૂપિયા ૨૧૦ કરોડના હેરોઈન સાથે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી આસામ પોલીસે શુક્રવારે આપી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કચર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મિઝોરમની એક કારને સિલ્ચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરમાં અટકાવવામાં આવી હતી. આ કારમાંથી ૨૧.૫ કિલોથી વધુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં આશરે રૂ. ૨૧૦ કરોડ હોવાનો અંદાજ છે. પોલીસને માહિતી મળી હતી કે, પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો કેટલાક શહેરોમાં સપ્લાય થવાનો છે. ડ્રગ્સ સાથેની કારે ત્રણ દિવસ પહેલા તેની મુસાફરી શરૂ કરી હતી.

આસામ STFના વડા પોલીસ મહાનિરીક્ષક પાર્થ સારથી મહંતે જણાવ્યું કે, દસ દિવસ પહેલા માહિતી મળી હતી કે પાડોશી રાજ્યમાંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ લાવવામાં આવશે. અહીંથી તેને કેટલાક મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવશે. આ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને અમને તેમાંથી ૨૧.૫ કિલોથી વધુનું હેરોઈન મળી આવ્યું છે. તેમાંથી ૧૮ કિલો તેના શુદ્ધ સ્વરૂપમાં છે અને ૩.૫ કિલો વપરાશ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કન્સાઈનમેન્ટની કિંમત ઓછામાં ઓછી રૂપિયા ૨૧૦ કરોડની છે.

 

આ પણ વાંચો :-

Share This Article