મુંબઈ: BMC દ્વારા ચલાવવામાં આવતી પરેલ સ્થિત KEM હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે મૃત્યુ પામેલ 14 વર્ષની કિડનીના રોગથી પીડિત એક બાળકી અને 59 વર્ષની કેન્સરગ્રસ્ત મહિલાનો મૃત્યુ બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
KEM હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મોહન દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે, બાળકીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું અને તેનું મોત કિડની ફેલ થવાને કારણે થયું હતું. બીજી તરફ, કેન્સર પીડિત મહિલાનું મોત સેપ્ટિસમિયા (લોહીમાં ઇન્ફેક્શન)ના કારણે થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
હૉસ્પિટલની પલ્મનોલોજી વિભાગની સહ-પ્રોફેસર ડૉ. પ્રતિભા સિંઘલે કહ્યું કે, “સમય જતાં વાયરસ એન્ડેમિક બની જાય છે અને તેની ગંભીરતા ઓછી થઈ જાય છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં અમને સતત કોરોનાના કેસો જોવા મળ્યા છે, પણ મોટાભાગે દર્દીઓ સારી રીતે સાજા થઈ જાય છે.”
આ પહેલા, ડૉ. મોહન દેસાઈએ જણાવ્યું હતું કે 14 વર્ષની બાળકી નેફ્રોટિક સિન્ડ્રોમથી પીડાઈ રહી હતી અને તેનું મોત કિડની ફેલ થવાને કારણે થયું હતું. જ્યારે 59 વર્ષની કેન્સર પીડિત મહિલાનું મૃત્યુ સેપ્સિસ (લોહીમાં ચેપ)ના કારણે થયું હતું. મૃત્યુ બાદ બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.