Thursday, Oct 30, 2025

બોટાદમાં પીકવાન વાન પલટી જતા બેનાં મોત, ૨૫ ઇજાગ્રસ્ત

2 Min Read

બોટાદના કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતાં પિક-અપ વાન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જતાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે ૨૫ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાઈવે પરથી પસાર થતાં વાહચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ પીકઅપ વાન વિંછીયાથી ધંધુકા તરફ જઈ રહી હતી અને રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગમ પાસે ખોડિયાર મંદિરના બોર્ડ નજીક જ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article