Thursday, Oct 30, 2025

જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હવાઈ હુમલામાં ૧૯૫ લોકોના મોત

2 Min Read

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગાઝા પટ્ટી છોડીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે ત્યારે ગઈકાલે ઉત્તર ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ૧૯૫ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ દ્વારા જબાલિયા શરણાર્થી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં ૧૯૫ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો અને પરિવારના ૧૯ લોકોના મોત થયા હતા. ઈઝરાઇલી હવાઈ હુમલામાં ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો હતો. અહેવાલો અનુસાર ઈજિપ્તે ઈઝરાઇલના હવાઈ હુમલાનેને અમાનવીય ગણાવ્યો હતો. ઈજિપ્તે કહ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈઝરાયલ હોસ્પિટલ, શરણાર્થી કેમ્પ પર હુમલા કરે છે. ઈજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાઇલી હુમલાને રોકવા અને ગાઝાના રહેવાશીઓ સુધી માનવીય સહાય આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.

કોહેને કહ્યું કે છેલ્લા પાંચ દિવસોમાં અમે હમાસની મોટાભાગની ક્ષમતાઓ નષ્ટ કરી દીધી છે. તેની રણનીતિક સુવિધાઓ, તેના તમામ વિસ્ફોટકો, તેની ટનલો અને અન્ય સુવિધાઓ પર સીધો પ્રહાર કરાયો છે. જોકે તેમણે કહ્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને એક કપરો મિશન છે. આ સાથે આઈડીએફએ કહ્યું કે તેણે હવાઈ હુમલામાં હમાસના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રમુખ કમાન્ડર મોહમ્મદ એસારને ઠાર માર્યો હતો. આઈડીએફએ આ હુમલાનો વીડિયો પણ જારી કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article