Friday, Oct 24, 2025

સુરતથી વિદેશયાત્રાએ નીકળેલા ૧૫૭ લોકોને વિયેતનામ પ્રદેશમાં બંધક બનાવાયા

1 Min Read

સુરતના ૧૫૭ લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. ટૂર ઓપરેટર દ્વારા ટૂર પ્લાનિંગની બાકી રકમની વસુલાત માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વિદેશી ધરતી ઉપર આ પ્રકારની ઘટના બનતા ભારતીય પ્રવાસીઓ ભયભીત બન્યા હતા.

ભારતીયોને વિયેતનામમાં બંધક બનાવાયા હોવાની ઘટનાની જાણ સુરત સ્થિત પરિવારજનોને કરવામાં આવતા સ્વજનો ચિંતિત બન્યા હતા. આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન ઉપર લાવવામાં આવી હતી. આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓની મધ્યસ્થીથી ૧૦ કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. ૧૦ કલાક સુધી બંધક બનાવી રાખવાના કારણે પ્રવસીઓમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારત સરકારના પ્રયાસોથી રાહતના સમાચાર આવ્યા હતા.

સુરતના લેઉવા પાટીદાર સમાજના ૩૫૦ લોકો વિયેતનામ ફરવા ગયા હતા. આ માટે એક ટૂર ઓપરેટર સાથે કરાર કરવામાં આવ્યો હતો. ટૂરની નક્કી કરાયેલી રકમ ટૂર ઓપરેટરને મળી ન હોવાના આક્ષેપ સાથે તેણે પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. સુરતના ટૂર ઓપરેટરે ૧.૦૭ કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article