Monday, Dec 8, 2025

MS ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી, પૂર્વ બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ

2 Min Read

દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે ૨૦૧૭માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો. ધોનીએ ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, કરારમાં, અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ઘણા પ્રયત્નો છતાં, કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી. પરિણામે, મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ અરકા સ્પોર્ટ્સને આપેલો ઓથોરિટી લેટર રદ કર્યો.

આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અર્કા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. વિધિ એસોસિએટ્સ દ્વારા ધોનીનું પ્રતિનિધિત્વ કરતા દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અર્કા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે ૧૫ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં દુબઈમાં પોતાનું નવું વર્ષ વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. પ્રવાસ દરમિયાન ધોની સાથે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. IPL ૨૦૨૪ મીની-ઓક્શન માટે દુબઈ પહોંચ્યા પછી પંત એમએસ ધોનીને મળ્યો હતો, જે ૧૯ ડિસેમ્બરે UAEમાં પ્રથમ વખત યોજાયો હતો.

આ પણ વાંચો :-

Share This Article