અફઘાનિસ્તાનમાં શનિવારે ભૂકંપની મોટી દુર્ઘટના સામે આવી હતી.જેમાં મૃત્યુઆંક વધવાનો ગોઝારો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી. મહત્વનું છે કે ૬.૩ ની પ્રચંડ તીવ્રતા સાથે ત્રાટકેલા ભૂકંપમાં મૃત્યુઆંક ૧૨૦ ને આંબી ગયો છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ૧૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુમાં 30 મિનિટમાં ત્રણ આફ્ટર શોક પણ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હેરાત શહેરથી લગભગ ૪૦ કિમી દૂર હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
તાલિબાન સરકાર દ્વારા ભૂકંપ મોત મામલે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. અફઘાનિસ્તાનના સમય મુજબ સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમારતો ધરાશાયી થવાની માહિતી પણ સામે આવી છે. જેની મોતના કિસ્સાઓમાં હજુ વધારો થઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર અફઘાનિસ્તાનમાં આફ્ટર શોક્સની તીવ્રતા ૫.૫ , ૬.૩ અને ૫.૯ હતી.
૧૪ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માર્ચમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં લગભગ ૧૩ લોકોના મોત થયા હતા. તો અફઘાનિસ્તાનમાં જૂન ૨૦૨૨ માં છેલ્લો મોટો ભૂકંપ આવ્યો હતો. ૬.૧ ની ટિવર્તાના આ ભૂકંપમાં પક્તિકા પ્રાંતમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો :-
સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો
ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો