દેશમાં ફરી એક વાર ગયા મહિનાથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને કેરળમાં. કોરોનાના નવા વેરિયેન્ટ JN.૧ના અત્યાર સુધી ૫૧૧ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯ કેસો નોંધાયા છે અને કેરળમાં ૧૪૮ કેસ નોંધાયા છે. આ સાથે ગોવામાં ૪૭, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૨, તામિલનાડુમાં ૨૬, દિલ્હીમાં ૧૫ અને રાજસ્થાનમાં ચાર કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૭૬૧ કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને ૧૨ લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૪૩૩૪ છે. જ્યાં કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ ૫ લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકમાં ૪ સંક્રમિત લોકોના મોત થયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં ૨ અને યુપીમાં ૧ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.
કોવિડ કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે અને JN.૧ પેટા પ્રકારની શોધને કારણે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. સાથે જ, કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો :-