Thursday, Nov 6, 2025

હૈદરાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં ૭ લોકોના દર્દનાક મોત

2 Min Read

 દિવાળીના તહેવાર વચ્ચે હૈદરાબાદમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. નામપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટની નીચે સ્થિત કાર રિપેરિંગ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આગમાં ફસાયેલા ૭ લોકોના મોત થયા છે, ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આગની જ્વાળાઓ ઉંચી થઈ રહી છે. ભારે ધુમાડો વધી રહ્યો છે અને સ્થાનિક લોકો ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી પણ જોઈ શકાતા હતા. આજુબાજુમાં બીજા પણ ઘણાં મકાનો છે પરંતુ હાલમાં નજીકના મકાનોને કોઈ નુકસાનના સમાચાર નથી.

ફાયર ફાઈટર ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. ઈમારતની અંદર ફસાયેલા લોકોને બહારથી સીડીઓ લઈને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે બિલ્ડિંગની નજીક મજબૂત જ્વાળાઓ વધી રહી છે. આ અકસ્માતમાં અનેક વાહનો બળીને રાખ થઈ ગયા હતા. અનેક ટુ-વ્હીલર્સમાં આગ લાગી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક કાર પણ સળગી ગઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કાર અને ટુ-વ્હીલર બિલ્ડિંગમાં રહેતા લોકોનું હતું કે રિપેરિંગ માટે પાર્ક કરવામાં આવ્યું હતું.

ફાયર ફાઈટરોએ ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘણા પ્રયત્નો બાદ ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં સફળતા મળી હતી. આ પછી બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો નીકળવા લાગ્યો. સ્થળ પર સ્થાનિક પોલીસ તૈનાત છે. દરમિયાન મકાનની અંદરથી સીડીનો ઉપયોગ કરીને ઘરની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકોને પણ આ જ માર્ગેથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article