Sunday, Sep 14, 2025

સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓ હાજર

2 Min Read

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.

સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી બુધવારે જયપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહી શકે છે. કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના ૧૪ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ ૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તો પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે. તેમાંથી ભાજપે ૭ બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, રામજીલાલ સુમન અને આલોક રંજનને રાજ્યસભામાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આલોક રંજન અખિલેશ યાદવના સલાહકાર છે અને પડદા પાછળના મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે, જ્યારે જયા બચ્ચન યાદવ પરિવાર સાથે ગાઢ પારિવારિક સંબંધો ધરાવે છે. સાથે જ અખિલેશ રામજીલાલ સુમન દ્વારા દલિત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો :-

Share This Article