સુરતમાં વિધર્મી યુવક યુવતીને હેરાન કરતો હતો. જેમાં યુવતીને મોબાઇલ પર મેસેજ કરતો હતો. તેમજ યુવતીને ન્યૂડ વીડિયો ઉતારવાનું કહ્યું હતું. જેમાં બદલામાં રૂપિયા ૫૦ હજાર આપવાની વાત કરી હતી. તેથી અડાજણ પોલીસે શેખ રેહાનની ધરપકડ કરી છે. તેમજ આરોપી વિરુદ્ધ કલમ ૬૬,૬૭સી મુજબ ગુનો નોંધ્યો છે.
અગાઉ પણ સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. જેમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.
કતારગામની ૧૬ વર્ષીય સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે કેટલાક દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી જેથી માતાપિતાએ તેની સાથે વાત કરતા આ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. બાદમાં આ મામલે માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી સાજીદ આણ્વિ અલીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :-