Wednesday, Oct 29, 2025

‘શું કરી લેશો તમે? તમારી શું ઔકાત છે?’ હડતાળ પર ઉતરેલા ડ્રાઈવર સામે કલેક્ટરે માફી માંગી

2 Min Read

હિટ એન્ડ રન કાયદાને કારણે ટ્રક ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે એવામાં મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર અને ટ્રક ડ્રાઈવરો વચ્ચેની વાતચીતનો વિડીયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો ટ્રક ડ્રાઈવરો સાથેની મીટિંગનો છે. જેમાં જોઈ શકાય છે કે મીટિંગ દરમિયાન કલેક્ટર કિશોર કન્યાલ પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને એક ડ્રાઈવરને પૂછે છે કે, ‘શું કરી લેશો તમે? તમારી શું ઔકાત છે?’ આના પર ડ્રાઈવરે તેને બેફામ જવાબ આપ્યો કે, તેઓ એટલા માટે જ લડી રહ્યા છે કે તેમની કોઈ ઔકાત નથી.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદને જણાવ્યું હતું કે, બેઠકમાં કહ્યું કે, ડ્રાઈવર ભાઈઓ તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ તકલીફ પડે. બેઠકમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ફરી બેઠક નહી થાય ત્યાં સુધી ૧૦ વર્ષની સજા અને દંડનો કાયદો હમણાં લાગુ નહી થાય.

કલેકટરે કિશોર કન્યાલ કહ્યું કે, આ બેઠક ટ્રક ડ્રાઇવરો તેમના પ્રશ્નોને લોકશાહી ઢબે ઉઠાવી શકે તે માટે યોજવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક વ્યક્તિ અન્ય લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે આંદોલનને ઉગ્ર બનવાની ચીમકી આપી રહ્યો હતો. જેથી મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય, તો હું ખેદ વ્યક્ત કરું છું.

ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને ૧૦ વર્ષની સજા અને દંડ જોગવાઈ કરાઈ હતી. જે કાયદા બદલ દેશ સહિત ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ હતી. ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈ આજે સરકાર અને ટ્રક ચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હમણા આ કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article