૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ સંપૂર્ણ દેશમાં એક અનેરો ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. મંદિરના ભવ્ય બાંધકામ બાદ હવે અહીં સ્થાપિત સોનાના દરવાજાની એક ઝલક જોવા મળી છે. મંદિરમાં પ્રથમ સોનાનો દરવાજો સ્થાપિત કરવામાં આવ્યો છે. તે જ સમયે, આગામી ત્રણ દિવસમાં અહીં વધુ ૧૪ સોનાના દરવાજા લગાવવામાં આવશે.
હૈદરાબાદની ૧૦૦ વર્ષ જૂની કંપની અનુરાધા ટિમ્બર રામ મંદિરના લાકડાના દરવાજા તૈયાર કરી રહી છે. પરંતુ, ખાસ વાત એ છે કે આ દરવાજા અયોધ્યામાં વર્કશોપમાં બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર નાગારા શૈલીના બાંધકામની ઝલક સ્પષ્ટપણે દેખાય છે. મંદિરના દરવાજાઓ સોનાથી મઢાયેલ છે.
રામ મંદિરમાં કુલ ૪૬ દરવાજા લગાવવામાં આવશે. તેમાંથી ૪૨ દરવાજાને કુલ ૧૦૦ કિલો સોનાથી પરત ચડાવવામાં આવશે. પરંતુ મંદિરની સીડી પાસેના ચાર દરવાજા પર સોનાની પરત ચડાવવામાં નહિ આવે. આગામી દિવસોમાં વધુ ૧૪ સોનાના દરવાજા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. રામ મંદિરના ગોલ્ડન દરવાજા પર મધ્યમાં બે હાથીઓની તસવીર કોતરવામાં આવી છે. આ બંને હાથીઓ લોકોનું સ્વાગત કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે.
જ્યારે દરવાજાના ઉપરના ભાગમાં મહેલ જેવો આકાર બનાવવામાં આવ્યો છે. તેમજ નીચે બે નોકર હાથ જોડીને ઊબા હોય તે રીતે કોતરણી કરવામાં આવી છે. તેમજ દરવાજાના તળિયે ચોરસ આકારમાં સુંદર આર્ટવર્ક પણ કરવામાં આવ્યું છે. આ દરવાજા તૈયાર કરવા માટે હૈદરાબાદની એક કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. કંપનીએ મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલોમાંથી લાકડા પસંદ કર્યા તેમજ દરવાજા પર નકશીકામ કરવા માટે કન્યાકુમારીથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ દરવાજા રામમંદિરના પરિસરને ખૂબજ ભવ્ય બનાવે છે.
આ પણ વાંચો :-