Saturday, Sep 13, 2025

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટીમાં જોડાવ્યા

1 Min Read

ભોજપુરી ફિલ્મોની દુનિયામાં પોતાની સુંદરતા-અવાજ અને એકટિંગના બળે મજબૂત સ્થાન જમાવનાર અભિનેત્રી અક્ષરા સિંહ હવે રાજકારણમાં પગ મુકવા જઇ રહી છે. અભિનેત્રી પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીમાં જોડાઇને રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો છે. અક્ષરા સિંહે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત રવિ કિશન સાથેની ફિલ્મ સત્યમેવ જયતેથી કરી હતી. તે વર્ષ ૨૦૧૦થી ભોજપુરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેની ગણના ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં થાય છે.

રાજકારણના માસ્ટરમાઇન્ડ ગણાતા પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીનું સભ્યપદ મેળવતા પહેલા અક્ષરાએ પ્રશાંત કિશોર સાથે મુલાકાત પણ કરી હતી. એવું પણ શક્ય છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ તે પોતાનું ભાગ્ય અજમાવશે. બિહારની રાજધાની પટનાના પાટલિપુત્ર સ્થિત જનસુરાજ પાર્ટીના કાર્યાલયમાં પ્રશાંત કિશોરની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા છે.

દક્ષિણ ભારતની જેમ યુપી બિહારના રાજકારણમાં પણ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા અભિનેતાઓ અભિનય છોડીને રાજકારણમાં પ્રવેશતા હોય છે. આ અભિનેતાઓ એક પક્ષના સભ્યથી લઇને સાંસદ તથા મંત્રી પદ પણ ભોગવતા હોવાના અનેક દાખલાઓ ભૂતકાળમાં બન્યા છે. ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાનો ફાયદો સીધી રીતે પક્ષને મળતો હોવાથી પરસ્પર રાજનૈતિક સંબંધો સચવાતા હોય છે.

આ પણ વાંચો :-

Share This Article