ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી ૪૧ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિસ્કે ભારતીય ભોજનની પ્રશંસા કરી છે. પ્રોફેસર ડિસ્કનું કહેવું છે કે, તે હજુ પોતાના ઘરે જવા માંગતા નથી. ઓસ્ટ્રેલિયાના રહેવાસી ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિસ્કે ભારતના લોકોને કહ્યું હતું કે, તમારું ભોજન ઉત્તમ છે. ભારતીય શાકાહારી ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.
દિવાળીના દિવસે વહેલી સવારે ૧૨ નવેમ્બરની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ટનલના આ ભાગમાં વીજળીની જોગવાઈ હતી અને ૬ ઈંચની કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા કામદારોને ખોરાક, પાણી અને દવાઓ આપવામાં આવી હતી. ૬ ઇંચ પહોળી પાઇપ દ્વારા પ્લાસ્ટિકની બોટલોમાં ખોરાક મોકલવામાં આવતો હતો. તેમાં બટાકાના ટુકડા, દાળ, કઠોળ અને ખીચડી મોકલવામાં આવી હતી. ડૉક્ટરની સલાહ લઈને અને કામદારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ખોરાક મોકલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સુરંગની બહાર તૈનાત બચાવકર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી હતી. તેમાંથી વિદેશથી આવેલા ટનલ એક્સપર્ટ અનોલ્ડ ડિક્સને પણ ભારતીય શાકાહારી ખાવાનું મળ્યું અને તેઓ શાકાહારી ખોરાકના ચાહક બન્યા.
આર્નોલ્ડ જીનિવાના ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિયેશનના વડા છે. આ કંપની અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય અને અન્ય જોખમો અંગે સલાહ આપે છે. આર્નોલ્ડ એક એન્જિનિયર, વકીલ અને ભૂસ્તરશાસ્ત્રી પણ છે. આર્નોલ્ડ ૨૦ નવેમ્બરના રોજ આ બચાવ કામગીરી સાથે જોડાયા હતા. આ પછી તેમણે કહ્યું કે તે ભારતની મદદ કરીને સારું અનુભવી રહ્યા છે. ડિક્સે કહ્યું કે પર્વતોએ આપણને એક વાત શીખવી છે કે નમ્રતા જાળવી રાખવી.
આર્નોલ્ડ ડિક્સ એ જ વ્યક્તિ છે જેણે દાવો કર્યો હતો કે ટનલમાં ફસાયેલા ૪૧ કામદારોને ક્રિસમસ પહેલા બચાવી લેવામાં આવશે. આ પહેલા આર્નોલ્ડ ડિક્સે મંગળવારે સવારે ૪૧ કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની ઈચ્છા સાથે પૂજા કરી હતી. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે બાબા બોખનાગની પૂજા કરી હતી. બોખનાગ દેવતાનું મંદિર ટનલની બરાબર ઉપર બનેલું છે.
આ પણ વાંચો :-