Saturday, Sep 13, 2025

ચંદીગઢની પ્રાઈવેટ સ્કૂલમાં 50થી વધુ છોકરીઓની અશ્લિલ તસવીરો વાયરલ થતાં આક્રોશ

2 Min Read

પંજાબની રાજધાની ચંદીગઢની એક જાણીતી સ્કૂલની 50થી વધુ છોકરીઓની પ્રાઈવેટ તસવીરો વાયરલ થતાં સ્કૂલમા હડકંપ મચ્યો હતો. કોઈએ એઆઈની મદદથી છોકરીઓની અશ્લીલ તસવીરો બનાવીને વાયરલ કરી હતી. કોઈએ સ્કૂલની વેબસાઈટ પરથી છોકરીઓની તસવીરો લઈને તેને મોર્ફ કરી હતી અને તેને સાવ અશ્લિલ બનાવીને વાયરલ કરી હતી. ચંદીગઢની ખાનગી શાળાની ૫૦ વિદ્યાર્થિનીઓનો વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે બાદ ખળભળાટ મચી ગયો છે. આ તમામ વિદ્યાર્થીઓના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે અને હવે વાયરલ થયા છે. વાંધાજનક ફોટા પરિવાર સુધી પહોંચ્યા હતા, જે બાદ માતા-પિતાની સાથે આખા પરિવારની હાલત ખરાબ છે. પરિવારે ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરનો સંપર્ક સાધ્યો છે અને શાળા સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે આઈટી એક્ટ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપ છે કે બદમાશોએ શહેરની એક જાણીતી સ્કૂલના ૫૦થી વધુ વિદ્યાર્થીઓના મોર્ફ્ડ ફોટા બનાવ્યા અને પછી એક પછી એક સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ પછી આ તમામ ફોટા સ્નેપચેટ પર વાયરલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ વિદ્યાર્થીઓનો આ ફોટો સંબંધિત પ્રાઇવેટ સ્કૂલના ઓફિશિયલ પોર્ટલ પરથી ડાઉનલોડ કર્યા હતા પછી જેને સાવ અશ્લિલ બનાવીને અપલોડ કર્યાં હતા અપલોડ બાદ તે વાયરલ થયા હતા.

૧૦ ઓક્ટોબરે એક છોકરીના પિતા જ્યારે તેને લેવા સ્કૂલમાં પહોંચ્યાં ત્યારે દીકરી ખૂબ રડી હતી. પૂછપરછ કરતાં છોકરીએ પિતાને આખો મામલો કહ્યો ત્યારે તેમને પણ આઘાત લાગ્યો હતો. પીડિતાની દીકરીએ જણાવ્યું કે, સ્કૂલના સીનિયર્સ પાસે સ્નેપચેટ પોર્ટલ છે, જેના પર ઘણી છોકરીઓની વાંધાજનક તસવીરો શેર કરવામાં આવી છે જેમાં એક તેની પણ છે. આ પછી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી.

આ પણ વાંચો :-

Share This Article