કેનેડાના એડમોન્ટન શહેરમાં સિખ વ્યક્તિ હરપ્રીતસિંહ ઉપ્પલ અને તેમના ૧૧ વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.આ ઘટના ગેસ સ્ટેશનની બહાર ગુરુવારે બપોરે બની હતી. જેમાં ઉપ્પલના પુત્રના એક યુવા મિત્રનો બચાવ થયો હતો. ફાયરિંગ થયુ તે સમયે તે કારમાં હતો.
આ મામલો ગેંગવોર સાથે જોડાયેલો છે. શૂટરોએ હરપ્રીતસિંહની સાથે સાથે તેમના પુત્રની જાણી જોઈને હત્યા કરી છે અને તે બહુ દુખની વાત છે. ગેંગવોરમાં પહેલા બાળકોને ટાર્ગેટ નહોતા કરતા પણ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ઉપ્પલ એડમોન્ટની અંધારી આલમમાં ચર્ચાસ્પદ નામ હતુ. જોકે પોલીસે આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. ઉપ્પલ પર પહેલા કોકેન રાખવાના આરોપ લાગી ચુકયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ માટેનો એક કેસ ૨૦૨૪થી શરુ થવાનો હતો.
આ પણ વાંચો :-