Saturday, Sep 13, 2025

ઉત્તરાખંડ સરકારે ૪૧ કામદારોને ૧-૧લાખ રૂપિયાની આર્થિક સહાય અને ૧૫ દિવસની રાજા

2 Min Read

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાની કામગીરી મંગળવારે મોડી સાંજે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. ટનલની અંદરથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કામદાર ટનલમાંથી બહાર આવતાની સાથે જ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૪૧ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ૧૭ દિવસ સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ મંગળવારે ‘મેગલઘાડી’ આવી પહોંચી, જેની માત્ર કામદારોના પરિવારો જ નહીં પરંતુ સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો.

હોસ્પિટલમાં ૪૧ બેડનો અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ડોક્ટરોની ભલામણોના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. ધામીએ વધુમાં જણાવ્યું હતું કે, ફસાયેલા મજૂરો ખૂબ જ અસામાન્ય વાતાવરણમાંથી બહાર આવ્યા હોવાથી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને ડૉક્ટરોની ભલામણોના આધારે અમે આગળની કાર્યવાહી નક્કી કરીશું.

ઉત્તરાખંડ સરકારે બચાવેલા દરેક મજૂરને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ‘અમારા દરેક મજૂર ભાઈઓ માટે અમે ઉત્તરાખંડ સરકાર તરફથી ૧ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમે બુધવારે ચેક સોંપીશું. અમે NHIDCLને પણ વિનંતી કરીશું કે તેઓ તેમને ૧૫ દિવસની પેઇડ રજા આપે જેથી તેઓ તેમના ઘરે પાછા જઈ શકે.

આ પણ વાંચો :-

Share This Article