આજે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

Share this story
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના ૧૦ અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે. જેને બનતા ૫ વર્ષ લાગશે.

શ્રી કલ્કી ધામ મંદિર પરિસર ૫ એકરમાં ફેલાયેલું હશે. તેનું નિર્માણ કાર્યક્રમ ૫ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. આ મંદિરનું નિર્માણ પણ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરો વડે કરવામાં આવશે. સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામમંદિર પણ બંસી પહાડપુરના પથ્થરોનું બનેલું છે. મંદિરનું શિખર ૧૦૮ ફૂટ હશે. જેમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે. શ્રી કલ્કિ ધામ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે જેમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના વિગ્રહ સ્થાપિત કરાશે.

‘અગ્નિ પુરાણ’ના સોળમા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર 64 કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે.

આ પણ વાંચો :-