સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ સહિત ચાર સ્થળો પર ITના દરોડા

Share this story

તઆજે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગે સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. સુરતમાં ઇન્કમટેક્સની ડિમેડ ડિસ્ટ્રિબ્યુશન ઇન્કમ (DDI) વિંગે આજે વહેલી સવારથી શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરાના ગ્રૂપ ઉપરાંત રિંગ રોડના યાર્ન મર્ચન્ટ અને હાલમાં જમીનના બિઝનેસ સાથે જોડાયેલા ગ્રુપમાં પમ DDI વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે. કુલ ચાર બિઝનેસમેનોના ઓફિસો અને ઘરો મળીને ડઝન કરતા વધુ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી.

મુખ્યત્વે બિલ્ડર સુરાના જૂથ તેમજ રીંગરોડના યાર્ન મર્ચન્ટ તથા જમીન ડેવલપર્સ તથા દલાલી સાથે સંકળાયેલા એક જૂથ મળીને કુલ ચાર બિઝનેસમેનોના રહેણાંક તથા ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કોઈ કાર્યવાહી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું. પરંતુ દિવાળી બાદ એકાએક સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ અલગ અલગ ક્ષેત્રની વ્યવસાયિક પેઢીઓ પર પર હાથ ધરવામાં આવેલી તપાસના પગલે અન્ય વ્યવસાય વર્ગમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે હવે આજના દરોડામાં મોટી કરચોરી ઝડપાઈ તેવી શક્યતાઓ છે.

તાજેતરમાં વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.કેબલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના ૪૦ જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-