Thursday, Mar 20, 2025

સુરતમાં એક લાખથી વધુ પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થા સાથે યુવકની ધરપકડ

2 Min Read

સુરતના રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી ૧૧ ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે ફરી એક વખત MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પાલનપુર જકાતનાકા નજીકથી એક યુવકની ધરપકડ કરી છે. વિષ્ણુ નામના ઈસમ પાસેથી ૧૧ ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની કિંમત ૧ લાખ ૧૦ હજાર છે. પોલીસે પ્રતિબંધિત MD ડ્રગ્સ કબ્જે કર્યું છે.

સુરતનો રાંદેર વિસ્તાર જાણે ડ્રગ્સનું હબ બની ગયું હોવાનું સામે આવી રહ્યું છે. છાસવારે અહિંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી ૧૧ ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી. જેથી હાલ યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share This Article