- સરકારનું િમશન સત્તાલક્ષી હોય શકે, પરંતુ દેશની પ્રજા બેકારીથી સતત પીડાતી હોય તો આવી સરકારને “સુશાસન” કઈ રીતે કહી શકાય?
- વેપાર, ઉદ્યોગમાં તેજીમંદીથી લોકો ડરતા નથી! પરંતુ લોકો કોર્ટ-કચેરીનાં પગથિયાં ચઢતા પણ ડરી રહ્યા છે કારણ કે ન્યાય મળવાની અપેક્ષા જ મરી ગઇ છે!
- નોટબંધી, જીએસટી આ બધાને ભૂલી જવામાં જ મજા છે, િવતેલા વર્ષોમાં કેટલા લોકોએ આપઘાત કર્યા તેના સાચા આંકડા જાહેર કરવામાં આવે તો જ વાસ્તવિકતા આપો આપ પ્રગટ થશે
િવક્રમ સંવત 2081નું વર્ષ સરેરાશ ઉધ્વેગભર્યુ રહ્યું લોકો આખું વર્ષ કોઈકને કોઈક સમસ્યાથી પીડિત રહ્યા આફત માનવ સર્જીત હોય કે, કુદરતી પરંતુ સરવાળે માણસ જાત સતત પીડાતી આવી છે. િવક્રમ સંવત 2081ના વર્ષનો અંત આવ્યો અને નવું વર્ષ શરૂ થયું પરંતુ સમસ્યાઓનો અંત આવતો નથી. રાત્રે થાકીને પથારીમાં પડેલા માણસે આવતીકાલની સવાર કેવી હશે? તેનો અંદાજ આવી શકતો નથી. સરકારી મદદ કે સુખેથી જીવી શકાય કે વેપાર, ઉદ્યોગ કરી શકાય એવી કોઈ જ આશા રહી નથી. વેપાર, ઉદ્યોગમાં સતત ડરનો માહોલ છવાયેલો રહ્યો છે. ઘણા લોકો સરકારી કાયદાની ઝંઝટમાંથી છુટવા મથી રહ્યા છે. કોઈને હવે િવસ્તરવું નથી. બલ્કે જે છે તે સચવાય રહે તો ઘણું એવી ઈચ્છા સાથે કામકાજ કરી રહ્યા છે. સરકારી કે ખાનગી કારખાનાઓમાં નોકરી કરતા લોકોને પણ શાંતિ નથી. કારણ ખુદ કારખાના માિલક પીડાઈ રહ્યો હોય ત્યાં કર્મચારીનું ક્યાંથી િવચારે?િદવાળી આવી અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ પરંતુ ઊંડણના ગામડાથી શરૂ કરીને મહાનગરો સુધી ક્યાંય પણ ઉત્સાહ નથી લોકો યંત્રવત જીવી રહ્યા છે. િવતેલા વર્ષોની દુઃખદ ઘટનાઓમાંથી બહાર નીકળવાની આશાઓ સાથે લોકો ઝઝુમી રહ્યા છે. પરંતુ દૂર દૂર સુધી ક્યાંય વેપાર, ઉદ્યોગ કે જાહેર જીવનમાં ઉજાસ દેખાતો નથી રોજ સવાર પડેને આશાઓ ઠગારી નીવડતી રહે છે. ક્યારે કાયદો બદલાઈ જશે એ નિશ્ચિત નથી. દિલ્હી દરબારમાં રોજબરોજ કરાતી જાહેરાતોએ સમાન્ય માણસનું જીવવાનું હરામ કરી નાંખ્યું છે. સરકારે યેનકેન પ્રકારે સત્તા જાળવી રાખી છે. પરંતુ એક પણ કાયદો સ્થિર નથી વળી કાયદામાં કરાતા સુધારા પણ અનેક ગુંચવાડાથી ભરેલા હોવાને કારણે સતત કષ્ટદાયક રહ્યા છે.

નોટબંધી અને જીએસટીએ લોકોને બેવડા વાળી દીધા હતા. નોટબંધીના િદવસથી ખાલી થઈ ગયેલા ખિસ્સા ફરી ક્યારેય ભરાયા નથી અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ જ ન હોય ત્યાં ખુશાલી ક્યાંથી આવવાની? જરૂરિયાતો સંતોષવા મધ્યમ વર્ગના પરિવારો વ્યાજખોરીના ‘વિષચક્ર’માં રીબાઈ રહ્યા છે. વ્યાજખોરીને કારણે કેટલા લોકોએ આપઘાત કર્યા તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવે તો ફફડી જવાય એવી સ્થિતિ છે. આવું જ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનારાઓની ઘટનામાં ઊંડા ઉતરવામાં આવે તો લોકોની ગરીબાઈની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવશે છે.પરંતુ આ બધી સમસ્યાઓની સરકારમાં આંખ બંધ કરીને બેઠેલા અને નર્યા રાજકીય સ્વાર્થની લડાઈમાં રાચતા નેતાઓને દેશની વસ્તાવિક કંગાળિયતો અંદાજ નહીં આવે કારણ ચારે તરફ ખુશામત ખોરોની ફોજ “રાજા”ને દેશના લોકોની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવવા દેતી નથી. લોકો જીવી રહ્યા છે અેનો મતલબ નથી કે સુખી છે. દેશનું અર્થતંત્ર એટલી હદે કંગાળ નહોતું લોકો ખુશહાલ હતા, પ્રત્યેક ઘરમાં આનંદની રોશની હતી લોકો અડોશ પડોશમાં સુખ વહેચતા હતા પરંતુ સરકારે જ્યારથી લોકોને ‘ચોર’ સમજવાનું શરૂ કર્યું છે. ત્યારથી પ્રજાની અને દેશની કઠણાઈ શરૂ થઈ હતી.સરકારના સલાહકારોએ એટલી હદે ‘નાકાબંધી’ ઊભી કરી છે કે, લોકો ડરના માર્યા બોલતા નથી પરંતુ અંતરઆત્મા સત્તા પરિવર્તન માટે પોકારી રહ્યો છે. સાથે જ િહંદુ-મુસ્લમાનનું એટલી હદે ઝેર રેડવામાં આવ્યું છે કે, લોકો ઈચ્છતા હોવા છતાં બીજુ િવચારી શકતા નથી. કદાચ એક આખી પેઢી ખલાસ થઈ ગયા પછી સ્થિતિ બદલાઈ શકે પરંતુ આ ઝેર એટલી હદે રેડવામાં આવ્યું છે કે, નવી પેઢી પણ ‘કોમવાદ’થી મુક્ત થઈ શકશે એવું લાગતું નથી અને હવે તો િવચારતા અને વાત કરતા પણ ડર લાગે છે પરિણામે દેશના પરિવારો બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘર ખરીદતા પહેલા િવચારવું પડે છે કે પાડોશી કોણ છે?
દેશની આઝાદીના 75 વર્ષ પસાર થઈ ગયા છે. પરંતુ આટલી ભયાવહ સ્થિતિ ક્યારેય નહોતી ભારત-પાકિસ્તાનના ભાગલા પાછળ સત્તા લાલસા અને કોમવાદ મુખ્ય બે પરિબળો હતા અને ભાગલા વખતે થયેલી કત્લેઆમના જુની પેઢીના લોકો સાક્ષી છે. દેશના ભાગલા વખતે પણ લાખો મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. કારણ ભારતના બંધારણમાં બિનસાંપ્રદાયિકાતા છે.અે લાખો લોકોને ભારતના બંધારણ ઉપર ભરોસો હતો. વિશ્વના દેશોમાં બનતું આવ્યું છે તેમ ભારતમાં પણ કોઈક સંજોગોમાં રમખાણો થયા છે. પરંતુ આ રમખાણોએ સામાજિક વાડાબંધી કરી નહોતી. પરંતુ હવે કમશઃ લગભગ દરેક શહેર, ગામ, નગરમાં કોમવાદી વાડા બંધાઈ ગયા છે. સરકાર જ િવચલિત થઈ ગઈ હોય ત્યાં બદલાવની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? મતલબ થોભો અને રાહજુઓ જેવી હાલત છે. દરેક નાગરિક સામાજિક, આર્થિક, વેપાર-ઉદ્યોગની સમસ્યાના પાંજરામાંથી બહાર આવવા મથી રહ્યો છે. પરંતુ લોકો કોઈક પૂર્વ ભવમાં પાપની સજા કાપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
ખેર, પરાકમી રાજા િવક્રમાિદત્યના નામથી ઓળખાતું િવક્રમનું નવું વર્ષ 2082 નવો વિચાર અને નવા પરિવર્તનો લાવનારું બની રહે એવી લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આંખ, કાન બંધ કરીને બેઠેલી સરકારનું માનસ બદલાય તો જ દેશની સ્થિતિ બદલાઈ શકે બાકી વેપાર, ઉદ્યોગમાં તેજી-મંદીથી લોકો ડરતા નથી ડર હોય તો માત્ર સરકારનો છે.રોજે રોજ નવા કાયદા લાવતી સરકાર ક્યારે સ્થિતિ બદલી નાંખશે એ નક્કી નહીં હોવાથી બહુમત વર્ગ વેપાર, ઉદ્યોગમાં પોતાનું લક્ષ નક્કી કરી શકતા નથી. વળી ઉપરથી સરકારી બાબુઓ ક્યારે કાયદાની તલવાર લઈને નીકળી પડશે એ પણ નક્કી નથી હોતું. ભૂતકાળમાં પણ કાયદા હતા પરંતુ કાયદા લોકોના રક્ષણ માટે હતા પરંતુ આજે એવું લાગે છે કે, સરકારે બનાવેલા કાયદા લોકોને ડરાવવા અને ધમકાવવા માટે જ બનાવવામાં આવ્યા છે અનેકને રોજગારી આપતો ઉદ્યોગપતિ કે વેપારી ગમે ત્યારે પણ સળિયાની પાછળ ધકેલાઈ શકે છે, ખરેખર તો લોકશાહી કરતા “અધિકારી રાજ” હોવાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના ગુલામી કાળમાં અંગ્રેજોના ‘સુબા’ લોકોને પજવતા હતા હવે દેશના જ ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાને રંઝાડી રહ્યા છે. વળી રંઝાડવાની કોઈ મર્યાદા નથી. સાહેબનો ફોન આવે એટલે જુલાબની ટીકડી લીધા વગર જ ઝાડા, પેશાબ છુટી જાય એવી હાલત થઈ રહી છે.ભૂતકાળમાં જે તે િવસ્તારનો અધિકારી પોતાના તાબા હેઠળના લોકોની સલામતિ, સુખાકારી માટે િવચારતો હતો પરંતુ આજે એવી સ્થિતિ છે કે, વેપારી કે ઉદ્યોગપતિએ પોતાના વિસ્તારના ‘સાહેબ’ને ખુશ કરવા માટે બધુ જ કરવું પડે છે પોતાના કોઈ જ કાળા ધંધા નહીં હોવા છતાં ‘સાહેબ’ નારાજ થાય તો બેડરૂમમાંથી ઊંચકીને સળિયા પાછળ ધકેલી શકે! વળી માની શકાય નહીં પરંતુ લોકો હવે કોર્ટ, કચેરીના પગથિયા ચઢતા પણ ડરી રહ્યા છે. કારણ વિશ્વાસ ડગી ગયો છે.
રાજ્યમાં અને ત્યાર બાદ કેન્દ્રમાં ભાજપની સરાકારની રચના સમયે આ દેશના લોકોની ખૂબ મોટી અપેક્ષા હતી લોકો વડાપ્રધાન અને ભાજપ સરકાર માટે ગૌરવ અનુભવતા હતા, લોકોને એટલી હદે અપેક્ષા હતી કે, ભારત ફરી “સોનાની ચીડિયા” જેવો દેશ બની જશે પરંતુ વિતેલા વર્ષોના અનુભવે લોકોને િનરાશામાં ધકેલી દીધા છે અને હવે કંઈક નવું અને સારૂ થશે એવી આશા રાખવા જેટલી પણ િહંમત રહી નથી અને એટલે જ વધુને વધુ લોકો મંદિર અને દેવસ્થાન તરફ વળી રહ્યા છે. કારણ િસ્થતિ સુધારવા માટે સર્વશક્તિમાન ઈશ્વર જ કંઈક કરી શકશે.િવતેલા વર્ષોમાં એટલું ચોક્કસ કરી શકાય કે રોડ રસ્તા, વીજળી, રેલ્વે સહિત માળખાગત સુવિધાઓમાં અકલ્પનિય વધારો થય છે. પરંતુ ભૌતિક સુખની સાથે લોકો ખુશહાલ હોય એ પણ એટલું જ જરૂરી છે.િવક્રમ સંવત 2082માં સરકારમાં કોઈક ચમત્કારિક પરિવર્તન આવે એવી ઈશ્વરને પાર્થના કરવા સિવાય મજબૂર પ્રજા પાસે કોઈ જ િવકલ્પ નથી.