Wednesday, Jan 28, 2026

ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર: 67 લોકોને ટાઈફોઈડ, પેટમાં દુખાવો, ઉલટીની ફરિયાદ વધી

2 Min Read

દૂષિત ગટરવાળું પાણી પીવાના કારણે છેલ્લા એક અઠવાડીયાથી દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યાં દૂષિત પાણી પીવાથી લગભગ 2800 જેટલા લોકો બીમાર થઈ ગયા છે અને 13 લોકોના મોત થયા હોવાનું પણ કહેવાય છે. ત્યારે હવે આવી જ સ્થિતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26, 28, આદિવાડા વિસ્તારમાં ટાઈફોઈડના 67 જેટલા કેસ નોંધાયા છે. જો કે આરોગ્ય તંત્ર દ્વારા હાલ તેને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં તાવ, પેટમાં દુખાવો, ઉલટી જેવી ફરિયાદો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આરોગ્ય અધિકારીઓ પ્રજાના આ પ્રશ્ન માે આંખ આડા કાન કરે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.

ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીના પગલે અનેક લોકો બીમાર થયા છે. આ વિસ્તારમાં ટાઈફોઈડના 67 કેસ નોંધાયા છે. ગાંધીનગર સિવિલમાં 28 જ્યારે બાકીના 14 જેટલા દર્દીઓની સેક્ટર 24 અને સેક્ટર 29 અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાખલ થઈ સારવાર કરવાની ફરજ પડી હતી.

ટાઈફોઈડના વધતા કેસને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કરી દીદું છે. જેમાં 40 જેટલી ટીમો બનાવી અત્યાર સુધીમાં 38 હજારની વસ્તીને આવરી લેતા 10 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. જેમાં 20 હજાર ક્લોરિનની ગોળી, પાંચ હજાર ઓઆરએસ પેકેટ તથા 10 હજાર પત્રિકાઓ વહેંચી છે.

સર્વેલન્સ સાથે ટીમ ઘરે ઘરે ફરીને લોકોને ઉકાળીને પાણી પીવા, બહારનો ખોરાક ન ખાવા તથા હાથ સ્વચ્છ રાખવા અંગે લોકોને માહિતી આપી રહ્યા છે.

Share This Article