‘બિગ બોસ ૧૬’થી સ્ટાર બનેલા તાંઝાનિયાના સિંગર અબ્દુ રોજિકની સગાઈ થઈ ગઈ છે અને તેની ખુશીની કોઈ સીમા નથી. ઘણી મહેનત પછી, અલ્લાહે અબ્દુ રોજિકની વાત સાંભળી અને તેને એક જીવનસાથી મળ્યો જે અબ્દુને ખૂબ માન આપે છે અને પ્રેમ કરે છે. તાજેતરમાં અબ્દુ રોજિકે તેની સગાઈની તસવીરો શેર કરી હતી, જેમાં તે તેની મંગેતરને વીંટી પહેરાવતો જોવા મળે છે.
અબ્દુ રોજિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે પોતાના લગ્નના સમાચાર હૃદય સ્પર્શી વીડિયો દ્વારા શેર કર્યા હતા. બ્લેક ટુ-પીસ સૂટ પહેરીને, તેણે હૃદયના આકારની હીરાની વીંટી પણ બતાવી હતી. અબ્દુએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મને માન આપે અને મારા જીવનમાં અવરોધોનો બોજ દૂર કરે. ૭મી જુલાઈની તારીખ સેવ કરી લેજો!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું.
ક્લિપમાં તેને કહેતા સાંભળવામાં આવ્યો હતો, “હાય મિત્રો, હું અબ્દુ રોઝિક છું અને જેમ તમે જાણો છો, હું ૨૦ વર્ષનો છું. મારુ એક સ્વપ્ન હતું કે હું કોઈના પ્રેમમાં પડુ. કોઈ મને પ્રેમ કરે. મારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને મને એક છોકરી મળી ગઈ છે જે મને માન આપે છે, મને ઘણો પ્રેમ આપે છે અને…હું ખૂબ ખુશ છું. “ગાય્સ, મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે.
આ પણ વાંચો :-