Saturday, Sep 13, 2025

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાએ ગટગટાવ્યું…

2 Min Read
  • જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે.

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે. ભોગ બનનાર સંજયભાઈની પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયુ છે.

જૂનાગઢની દુર્ઘટનામાં મૃતકના પત્નીએ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને એસટીપીઓ બિપીન ગામિત પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર, એસટીપીઓ અને મકાન માલિક સામે કેસ દાખલ કરવાની મૃતકની પત્નીએ માંગ કરી હતી. સોમવારે દુર્ઘટનામાં સુભાષભાઈ તન્ના, સંજયભાઈ ડાભી અને તેમના બે પુત્રના મોત થયા હતા.મૃતકના પત્ની શાકભાજી લેવા જતા સદનસીબે બચી ગયા હતા.

જૂનાગઢના દાતાર રોડ પર કડિયાવાડમાં ઈમારત ધરાશાઈ થઈ હતી જેમાં ૦૪ લોકો કાટમાળ નીચે દબાયા હતા. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્કયુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પણ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article