મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જોકે, ટેક્સી ડ્રાઈવર અને પોલીસની બહાદુરીથી તેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના અટલ સેતુ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કેબ ડ્રાઈવરે મહિલાને કૂદતા જ તેને પકડી લીધી. તે પુલ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 56 વર્ષીય મહિલા રીમા મુકેશ પટેલ મુંબઈના મુલુંડની રહેવાસી છે. રીમાએ કેબ બુક કરાવી હતી અને અટલ સેતુની વચ્ચે પહોંચીને ડ્રાઈવરને કાર રોકવા કહ્યું. કારમાંથી નીચે ઉતર્યા બાદ રીમા પુલની રેલિંગ પર ચઢી. અટલ સેતુ પર વિવિધ સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આથી કંટ્રોલ રૂમનું ધ્યાન મહિલા પર પડ્યું.
આ પછી કંટ્રોલ રૂમમાં હાજર પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ટીમને જાણ કરી. માહિતી મળતાની સાથે જ ચાર પોલીસકર્મી તરત જ ઘટનસ્થળે જવા માટે નીકળી ગયા. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચવાના જ હતા કે મહિલાએ દરિયામાં છલાંગ લગાવી દીધી, પરંતુ કેબ ડ્રાઈવરે ઝડપથી મહિલાને એક હાથે પકડી લીધી. આ પછી પોલીસની ટીમ થોડી જ સેકન્ડોમાં પહોંચી ગઈ અને ચારેય પોલીસકર્મીઓ પુલની રેલિંગ પર ચઢી ગયાને કેબ ડ્રાઈવરની મદદથી મહિલાને બચાવી લીધી. સ્ત્રી ગૃહિણી છે. તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-