Sunday, Dec 7, 2025

અલ્લુની ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં મહિલાનું મોત

2 Min Read

સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જૂનની પુષ્પા-2નો પ્રીમિયર શો બુધવારે હૈદરાબાદમાં યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો તેવી જાણ થતાં ચાહકો મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોતનું મૃત્યુ નિપજ્યું હતું. દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકો 9 વર્ષીય શ્રી તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન ત્યાં આવતાની સાથે જ અભિનેતાને જોવા ચાહકોમાં નાસભાગ મચી હતી.

ચાહકો સિનેમાઘરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. 9 વર્ષના શ્રી તેજ બેકાબૂ ભીડમાં દટાઈ ગયા. પોલીસ તાત્કાલિક માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં રેવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પુત્રની હાલત હજુ પણ નાજુક છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને હોબાળો થયો છે. ચાહકો ‘પુષ્પા 2’ જોવા આતુર છે. દરમિયાન, પિક્ચર શોના સમય પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હૈદરાબાદના સિનેમાઘરોમાં ‘પુષ્પા 2’નો શો સવારે 3 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આનાથી નારાજ કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશને બેંગલુરુ જિલ્લા કમિશનરને પત્ર લખ્યો હતો.

વિવેચકો દ્વારા આ ફિલ્મને શાનદાર ગણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અલ્લુ ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. પુષ્પાના પહેલા ભાગે હલચલ મચાવી દીધી. અલ્લુની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પુષ્પા 2 ભારતની મોંઘી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ચાલો જોઈએ કે પુષ્પા 2 બિઝનેસના સંદર્ભમાં શું સફળતા મેળવે છે.

આ પણ વાંચો :-

Share This Article