HomeNationalમુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

મુંબઈના દહીસરમાં 24 માળની ઇમારતમાં આગ લાગવાથી મહિલાનું મોત, 18 ઘાયલ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

મુંબઈના દહિસર પૂર્વમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક મહિલાનું મોત થયું અને 18 અન્ય ઘાયલ થયા. શાંતિ નગરમાં ન્યૂ જનકલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ખામીયુક્ત ઇલેક્ટ્રિક વાયરને કારણે તે ભોંયરામાં શરૂ થઈ હતી અને ઇમારતના ઇલેકિટ્રકલ ડકટ દ્વારા ઉપર તરફ ફેલાઈ ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 માળની ઇમારતમાં લાગેલી આગમાંથી 36 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 19 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રોહિત હોસ્પિટલમાં દાખલ કરાયેલા સાત લોકોમાંથી એક મહિલાનું મોત થયું છે. આમાંથી એક પુરુષની હાલત ગંભીર છે. અન્ય લોકોની હાલત સ્થિર છે. ઘાયલોમાંથી દસને નોર્ષન કેર હોસ્પિટલમાં અને એક-એકને પ્રગતિ હોસ્પિટલ અને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Subscribe

Latest stories