Wednesday, Apr 29, 2026

Google Mapના સહારે રાતે મુસાફરી ભારે પડી, કાર 15 ફૂટ ઊંડા કૂવામાં જઈને પડી

2 Min Read

કેરળમાં માર્ગ દુર્ઘટનાનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. કોચ્ચિ જિલ્લાના પટ્ટીમેટમ નજીક એક દંપતીની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ. જોકે, દુર્ઘટનામાં બંને લોકો ચમત્કારિક રીતે બચી ગયા છે. શનિવારે કોચ્ચિ પોલીસે આ જાણકારી આપી છે. આ ઘટનાની વધુ જાણકારી આપતાં પટ્ટીમેટમ ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રસ્તા પર એક ઊંડો ખાડો હતો પરંતુ દંપતીને તેના વિશે ખબર નહોતી. જ્યારે કાર ત્યાંથી પસાર થઈ તો તેમણે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું.

તેમણે કહ્યું કે કૂવામાં પાણી ઓછું હોવાથી દંપતી કારના પાછળના દરવાજાથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યું હતું. મદદ ન આવે ત્યાં સુધી તેઓ (દંપતી) કૂવાની અંદર ઊભા રહ્યા. સ્થાનિક લોકો અને બચાવ અધિકારીઓએ બંનેને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કાર દુકાન સાથે અથડાઈ અને નજીકના કુવામાં પડી. કારમાં પતિ-પત્ની મુસાફરી કરી રહ્યા હતા. દંપતી કારની સાથે 16 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં બંને લોકો ઘાયલ પણ થયા હતા.

બચાવ દળના અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના શુક્રવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ થઈ છે. કારની ઝડપ વધારે હશે. દંપતી કદાચ ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે કારને કૂવાથી બહાર કાઢવામાં આવી તો તેના ફોન પર ગૂગલ મેપ એપ ચાલી રહી હતી.

આ પણ વાંચો :-

Share This Article