શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ૯ જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સરકારના શપથ ગ્રહણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે ૮ જૂનના બદલે ૯ જૂને થઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી ૯ જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે કહ્યું કે વડા પ્રધાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. તેમાં અહેવાલ છે કે વિક્રમસિંઘે આમંત્રણ સ્વીકારી લીધું છે અને તે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ફોન પર થયેલી વાતચીતમાં વડા પ્રધાન મોદીએ શેખ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પરિષદના આગામી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે, રાષ્ટ્રપતિ ભવન ૫ થી ૯ જૂન, ૨૦૨૪ સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે નવી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ કર્તવ્ય પથ પર નહીં પરંતુ અહીં થશે.
ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઇ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને દેશના પીએમ બન્યા હોય આ રેકોર્ડ અગાઉ જવાહરલાલ નહેરુને નામે હતો. હવે મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.
આ પણ વાંચો :-