Saturday, Sep 13, 2025

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, અદાણી- મણિપુર હિંસા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

2 Min Read

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની સત્તામાં વાપસી અને ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની જીત બાદ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. વકફ એક્ટ સહિત 16 બિલ આ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી દળો મણિપુર, વકફ બિલ અને અદાણીમાં હિંસાનો મુદ્દો ઉઠાવી શકે છે, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપ અને એનડીએનો ઉત્સાહ હાઇ છે.

પીએમ મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યું કે, ‘આ શિયાળુ સત્ર છે. 2024નો છેલ્લો સમયગાળો ચાલી રહ્યો છે. દેશ 2025 માટે ઉમંગ સાથે તૈયારી કરી રહ્યો છે. સંસદનું સત્ર ખાસ હોય છે. બંધારણ તેના 75માં વર્ષમાં પ્રવેશ્યું છે તે પોતાનામાં વિશેષ છે. આવતીકાલે આપણે બંધારણ ગૃહમાં સાથે મળીને 75મા વર્ષની ઉજવણી કરીશું. બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ચર્ચા કરી. સંસદ અને સાંસદ તેના મહત્વના એકમો છે. સંસદમાં વધુ ચર્ચા થવી જોઈએ. કમનસીબે, પોતાના સ્વાર્થી કારણોસર, મુઠ્ઠીભર લોકો, જેમને જનતા દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે તેઓ હોબાળો કરીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા તેની ગણતરી કરે છે અને સમય આવે ત્યારે તેને સજા પણ કરે છે.

વડાપ્રધાને વિપક્ષ પર વધુ પ્રહાર કરતાં કહ્યું કે, લોકતાંત્રિક પરંપરામાં દરેક પેઢીનું કામ આગામી પેઢીને તૈયાર કરવાનું હોય છે, પરંતુ જે લોકોને 80-90 વખત જનતા દ્વારા સતત નકારવામાં આવ્યા છે, તેઓ ન તો સંસદમાં ચર્ચા થવા દે છે અને ન તો લોકશાહીની ભાવનાનું સન્માન કરે છે. તેઓ લોકોની આકાંક્ષાઓને સમજી શકતા નથી. પરિણામ એ છે કે તેઓ ક્યારેય જાહેર જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી. આ કારણે જનતાએ તેમને વારંવાર નકારી દે છે.

આ પણ વાંચો :-

Share This Article