Sunday, Sep 14, 2025

હરિયાણામાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે વિનેશ ફોગટ? પાર્ટી આજે લેશે નિર્ણય

3 Min Read

શું કોંગ્રેસ ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણીમાં ઉતારશે? આ અંગેની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસનું કહેવું છે કે, તે મંગળવારે સ્પષ્ટ કરશે કે વિનેશ ફોગાટને ચૂંટણીમાં ઉતારવામાં આવે કે નહીં. વધુ વજન હોવાના કારણે ઓલિમ્પિકમાં ફાઈનલ મેચ ચૂકીને પરત ફરેલી વિનેશ ફોગાટના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા જોવા મળ્યા હતા. આ સિવાય ભૂપિન્દર સિંહ હુડ્ડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, અમે વિનેશ ફોગાટનું સન્માન કરવા માંગીએ છીએ. જો અમારી પાસે હરિયાણામાં રાજ્યસભાની એક પણ બેઠક હોત તો અમે વિનેશ ફોગાટને તક આપી હોત.

Alvida Kushti': Vinesh Phogat Announces Retirement After Olympics Disqualification | HerZindagi

હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ કોંગ્રેસ સીઈસીની બેઠક બાદ જણાવ્યું હતું કે 49 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 34 ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે અને 15 બેઠકો સમીક્ષા માટે મોકલવામાં આવી છે. હરિયાણા કોંગ્રેસના પ્રભારીએ એમ પણ કહ્યું કે વિનેશ ફોગટ ચૂંટણી લડવા અંગેનું ચિત્ર મંગળવારે સ્પષ્ટ થઈ જશે. ઉપરાંત, કોંગ્રેસ નેતા ટીએસ સિંહદેવે સોમવારે રાત્રે કહ્યું હતું કે વિનેશ ફોગટ પોતે કહેશે કે તે ચૂંટણી લડવા માટે તૈયાર છે કે નહીં, તેના નામની ચર્ચા કરવામાં આવી નથી.

મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટના રાજકારણમાં પ્રવેશની વાત તે દિવસથી થઈ રહી છે જ્યારે તેણીએ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તે સમયના WFI વડા અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ વિનેશ ફોગટ, ખાસ કરીને પાર્ટીના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા સાથે ઉભા હતા. આ પછી વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી પરત ફરતા એરપોર્ટ પર દીપેન્દ્ર હુડ્ડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે મળીને રોડ શો પણ કર્યો હતો. જે રીતે કોંગ્રેસ વિનેશ ફોગાટની તરફેણમાં ઉભી હતી. જેના કારણે તેમની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો લગાવવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને પણ કહ્યું કે, જો ચૂંટણી આમ આદમી પાર્ટી સાથે લડવામાં આવે તો કેવું રહેશે. રાહુલ ગાંધીએ નેતાઓને આ મામલે વિચાર કરવા કહ્યું છે. આજે કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલાને પણ ચૂંટણીમાં ઉતારવા કે નહીં તે અંગે ચર્ચા થશે. સેલજા CM પદ માટે દાવો કરી રહી છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. આ સિવાય સુરજેવાલા પણ આ માટે તૈયાર જણાય છે. આ દરમિયાન ભૂપિન્દર હુડ્ડા તરફથી કહેવું છે કે, સુરજેવાલાની જગ્યાએ તેમના પુત્રને ચૂંટણીમાં ઉતારવો જોઈએ. મળતી માહિતી મુજબ, હુડ્ડા તરફથી સુરજેવાલાને દૂર રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, અજય માકનની સ્ક્રીનિંગ કમિટીએ 49 સીટોની યાદી તૈયાર કરી છે. જેમાંથી 30 પર નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article