મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની નેતૃત્વવાળી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સંજય ગાયકવાડે કહ્યું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓની અનામત ખતમ કરવા માંગે છે. જે પણ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
શિંદે જૂથના ધારાસભ્ય ગાયકવાડે કહ્યું હતું કે રાહુલ ગાંધી પછાત, આદિવાસીઓ અને અન્યો માટે અનામત ખતમ કરવા માગે છે અને તેથી જ તેઓ અનામત ખતમ કરવાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર અને દેશમાં અનામતની માંગ ઉઠી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં અનામત ખતમ કરવા માટે નિવેદન આપ્યું હતું.
બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.
બુલઢાણાથી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો વિવાદો સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે 1987માં વાઘનો શિકાર કર્યો હતો અને હવે તે પોતાના ગળામાં તે પ્રાણીનો દાંત પહેરેલો છે. આ પછી વન વિભાગે તેમની સામે ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં તે દાંત પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-