Friday, Oct 24, 2025

‘લૉરેન્સ બિશ્નોઈનું નેટવર્ક 24 કલાકમાં ખતમ કરી નાખીશ’: સાંસદ પપ્પુ યાદવ

2 Min Read

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાના સમાચાર સામે આવ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. જે બાદ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે લૉરેન્સ બિશ્નોઈને પડકાર ફેંક્યો હતો.

Pappu Yadav ने कहा- "24 घंटे में लारेंस बिश्नोई गैंग को खत्म कर दूंगा...बस कानून

પપ્પુ યાદવે રવિવારે કહ્યું, ‘જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકની અંદર ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના નેટવર્કને નષ્ટ કરી દેશે.’ પપ્પુ યાદવે દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘જેલમાં બેઠો એક ગુનેગાર સરકારને પડકારી રહ્યો છે અને લોકોની હત્યા કરી રહ્યો છે અને દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બની ગયા છે.’

NIAની ચાર્જશીટમાં જણાવાયું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંચાલન સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર કરે છે, જે કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સીઓની યાદીમાં વોન્ટેડ છે. આ સિવાય બિશ્નોઈ ગેંગમાં 700 શૂટર્સ છે જેમાંથી 300 પંજાબના છે. ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈની તસવીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. બિશ્નોઈને કોર્ટમાં લઈ જવાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2020-21 દરમિયાન આ ટોળકીએ ખંડણી વડે કરોડો રૂપિયા એકત્ર કર્યા અને હવાલા ચેનલો દ્વારા વિદેશ મોકલ્યા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બિશ્નોઈ ગેંગે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની અન્ય ગુનાહિત ગેંગ સાથે પણ જોડાણ જાળવી રાખ્યું છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક સમગ્ર ઉત્તર ભારતમાં છે જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

Share This Article