ગત મંગળવારે આતંકી સંગઠન TRFના આતંકીઓએ ધર્મના આધારે 28 હિન્દુ પુરુષોની હત્યા કરી હતી. જેમાં સુરતના SBIના મેનેજર શૈલેષ કળથિયાનું પણ મોત થયું છે. આજે તેમની અંતિમ યાત્રા વખતે તેમના પત્નીએ વિલાપ કર્યો હતો અને સરકાર અને સુરક્ષા સામે સવાલ કર્યા હતા. આ ઉપરાંત ત્યાં હાજર સાંસદ C R પાટીલને કહ્યું હતું કે, મારા ઘરનો આધાર સ્તંભ વયો ગ્યો છે તમે મને પાછો આપો. મારે બીજું કંશુ જોતું નથી. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ ના આપતા. જો પોતાની ગવર્મેન્ટ પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે અધિકારીઓ હોય છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી?. આ છોકરાઓનું શું?
પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાના પત્નીએ વિલાપ કરતાં C R પાટીલને કહ્યું કે, કાશ્મીર ખરાબ નથી ત્યાંની સિક્યોરિટી સારી નથી. ત્યાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું, જો ત્યાં કોઈ હોત તો આ નો થાત. કોઈ સિક્યોરિટી નહીં. આ બધુ બની ગયું છે છતા નીચે જે મિલિટ્રી હતી એને ખબર જ નહોતી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરી પોલીસને, એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટ્રીવાળાને ખબર પડી કે ઉપર કંઈક થયું છે. પાછા એવું કહેતા હતા મિલિટ્રીવાળા કે અહીં ફરવા શું કામ આવ્યા? લોકોના ઘર બરબાદ કરી દીધા.
તેમણે વધુમાં કહ્યું કે, અમે ત્યાં ફરવા ગયા ત્યારે જ્યાં જોઈએ ત્યાં મિલિટ્રી તો અમને એમ કે આ એક સારામાં સારી જગ્યા છે. સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને ડસતો હતો ઈ. જ્યાં સુધી જીવ નો ગ્યો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ અને મુસલમાનને અલગ કર્યા મુસલમાનને કાંઈનો કર્યું હિન્દુને ગોળી મારી દીધી અને બધાને નાના નાના છોકરાઓ હતા. ઊભો-ઊભો હસતો હતો જ્યાં સુધી જીવ નો ગ્યો ત્યાં સુધી હસતો હતો. આ કેવી સરકાર છે આપણી?
કશ્મીરનું નામ બદનામ કરો છો, કશ્મીરમાં કંઈ વાંધો નથી. વાંધો આપણી સરકારની સિક્યોરિટીમાં છે. આટલા ટૂરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટ્રી મેન નહીં. કોઈ પોલીસમેન નહીં અને કોઈ ફેસિલિટી પણ નહીં. કોઈ મેડિકલ કેમ્પ નહીં. રસ્તાની સુવિધા નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, મારા ઘરનો આધાર સ્તંભ વયો ગ્યો છે તમે મને પાછો આપો. મારે બીજું કંશુ જોતું નથી. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ ના આપતા. જો પોતાની ગવર્મેન્ટ પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે અધિકારીઓ હોય છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી?. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવવી છે અને આને એન્જિનિયર બનાવવો છે હવે હું કઈ રીતે બનાવીશ? મને ન્યાય જોઈએ મારા છોકરાનું ભવિષ્ય ખરાબ નો થાવું જોઈએ.આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા અને બધાને નાના બાળકો હતા.