ડુમસ ખાતે આવેલી કરોડોની સરકારી જમીનમા ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર આચરનાર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ વલસાડ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.આ મામલે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ધારાસભ્ય અને કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સીટની રચના કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.
સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ ૪ હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવી હતી. ગણોતિયાને માલિક બનાવવાનું કોઈપણ પ્રકારનું પ્રશુપત્ર પણ ઈશ્યૂ કરવામાં નું આવ્યું હોવા છતાં ગણોતિયાને નામે જમીન ચઢાવી દેવામાં આવી હતી . આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી હતી.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા એક્શન લેવાઈ છે. આ મુદ્દે તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે, ૨૦ જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવામાં આવી છે, વધુમાં જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સમાયેલા છે જેમને પણ ઉઘાડા કરવામાં આવશે, ફક્ત સ્પેન્ડથી લડાઈ પૂરી થતી નથી.
આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ ૧૯૪૮-૪૯ થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલ છે. જમીનમાં નોંધ નં. ૫૮૨ થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ” નું નામ દાખલ કરવામાં આવ્યું છે. સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે?? તેવા સવાલ છે. સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે
આ પણ વાંચો :-