Sunday, Sep 14, 2025

સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા સવાલ પર કેજરીવાલે કેમ સાધ્યુ મૌન ?

3 Min Read

દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની જીતનો દાવો કર્યો. જો કે, જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને લઈ પુછવામાં આવતા સવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે મૌન રહ્યા. તેમણે કશું કહ્યું નહીં.

ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન ગુંડાગીરીનું ઘર બની ગયું છે. જેલના સીએમ પહેલા જામીન પર બહાર આવનારા સીએમ બન્યા અને હવે ૪ જૂને તેઓ ફેઈલ સીએમ બનશે. બીજેપી નેતાએ કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલે લખનઉમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે સ્વાતિ માલીવાલ વિશે એક પણ શબ્દ બોલ્યા ન હતા. અખિલેશ પણ ત્યાં બેઠા હતા, તેમને પણ મહિલાઓના સન્માનની ચિંતા નથી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે સ્વાતિ માલીવાલ સાથે થયેલ કથિત ગેરવર્તુણક મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે બીજા ઘણા મુદ્દાઓ મહત્વના છે, તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતે મૌન ધારી લીધું હતું. આ પ્રશ્નના જવાબમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે માઇક સાંભળી લીધું હતું અને પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પોતાનો પક્ષ રાખી દીધો છે અને સ્વાતિ માલીવાલના મામલે ભાજપે પણ જવાબ દેવો જોઈએ કે જ્યારે સ્વાતી માલીવાલ જંતર મંતર ખાતે પહેલવાનોને મળવા ગઈ ત્યારે એન તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ભાજપે આ મામલે પોતાનો પક્ષ રાખવો જોઈએ.

સંજય સિંહે કહ્યું કે મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી છે. પરંતુ પીએમ મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો, પરંતુ પીએમ મોદી પ્રજ્વલ રેવન્ના માટે વોટ માંગી રહ્યા હતા. જ્યારે અમારા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલીન DCW ચીફ સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો હતો. પીએમ મોદી આ મુદ્દાઓ પર મૌન રહ્યા. AAP અમારો પરિવાર છે અને અમે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. મારા દ્વારા ઉલ્લેખિત આ તમામ મુદ્દાઓ પર ભાજપ અને પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article