ભયંકર વાવાઝોડાને ‘રેમલ’ નામ કોણે આપ્યું, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું

Share this story

બંગાળની ખાડીમાં ઉત્પન થયેલું  સાયક્લોન રેમલ બંગાળના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે.જે  ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના તાજા  બુલેટિન મુજબ આ ડીપ ડિપ્રેશન દરિયા કિનારાથી ૩૮૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. તે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આજે બપોરે સાયક્લોનમાં પરિવર્તિત થશે. તેની બાદ તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે અને ૨૬મી મેના રોજ  લેન્ડફોલ કરશે.

News18 Gujarati

ચક્રવાત રેમાલ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ખેપુપારા અને પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. લેન્ડફોલ સમયે વાવાઝોડાની ઝડપ ૧૩૫ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ચક્રવાત અને લો પ્રેશરની અસરને કારણે શનિવારે દક્ષિણ બંગાળના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુરમાં ભારે વરસાદની સંભાવના છે. રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય કોલકાતા, હાવડા, હુગલી, પૂર્વ મેદિનીપુર, નાદિયામાં એર ઓફિસ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે તમામ સ્થળોએ ૮૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રવિવારે પશ્ચિમ મિદનાપુર અને પૂર્વ બર્દવાનમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદની પણ સંભાવના છે.

આ ચક્રવાતને કારણે  આજથી કોલકાતા સહિત દક્ષિણ બંગાળના તમામ જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા,બાંકુરા, પૂર્વ બર્દવાન, પશ્ચિમ બર્દવાન, બીરભૂમ, મુર્શિદાબાદ અને નાદિયામાં વાવાઝોડાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા અને પૂર્વ મેદિનીપુરમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :-