બોલીવુડના ગ્રીક ગોડ કહેવાતા ઋતિક રોશનની ફિટનેસ 51 વર્ષની ઉંમરે પર 25 વર્ષના યુવાન જેવી છે. 6 પેક એબ્સ અને મસલ્સ જોઇને યુવતીઓ ઋતિક રોશન પાછળ પાગલ થાય છે. તાજેતરમાં વોર 2 ફિલ્મમાં પોતાની પાવરફુલ બોડી અને ફિટનેસથી ફેન્સના દિલ જીત્યા હતા. અન્ય સેલેબ્રિટી ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને હાર્ડ ડાઇટિંગ પર વિશ્વાસ કરે છે, જ્યારે ઋતિક રોશન દર અઢી – ત્રણ કલાકે ખાય છે,પરંતુ સંતુલિત રીતે.
ઋતિક રોશનના પર્સનલ શેફ શુભમ વિશ્વકર્માના મતે તેમનો ડાયટ પ્લાન ચુસ્ત છે. તેઓ દિસવભરમાં થોડુંક થોડુંક ખાય છે અને રાતે 9 વાગ્યા સુધી ડિનર કરી લે છે. તેમની થાળીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને હેલ્દી ફેટ્સનું સંતુલિત સંયોજન હોય છે.
ઋતિક રોશન ડાયટમાં શું થાય છે? (Hrithik Daily Diet Plan)
- પ્રોટીન : સફેદ માછલી, ઇંડા, ચિકન, દાળ, રાજમા, ચણા
- કાર્બ્સ અને ફાઇબર : ઓટ્સ, કિનોઆ, શાકભાજી, જુવારની રોટલી
- હેલ્ધી ફેટ : ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, ગ્રીક યોગર્ટ
- ઓમેગા 3 : ફિશ અને ઇંડા
ઋતિક રોશન પિત્ઝા બર્ગર ખાવાના શોખીન
ઋતિક રોશન ડાયટ મામલે ચુસ્ત છે પણ ક્યારેક ક્યારેક ચીટ ડે પણ હોય છે. આ દિવસે તે તંદુરી ચિકન, બારબેક્યૂ ચિકન, કાર્બ વગરનું બર્ગર અને જુવારના બેઝ વાળું પિત્ઝા ખાવાનું પસંદ કરે છે. મીઠાઇમાં તેમને પ્રોટીનથી ભરપૂર બ્રાઉની પસંદ છે.
ઋતિક રોશન દરરોજ ભોજનમાં દાળ ભાત, રોટલી, સબ્જી ખાવાનું પસંદ કરે છે. તેમનું મનપસંદ ભોજન છે મગની દાળ, ભિંડિનું શાક, જુવારની રોટલી અને દહીં. ફિટનેસને ધ્યાનમાં રાખી ઋતિક રોશન રિફાઇન્ડ શુગર, ગ્લૂટેન અને સીડ્સ ઓઇલ ખાવાનું ટાળે છે.