પશ્ચિમ બંગાળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલકાતામાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. આરોપ છે કે સેકન્ડ યરની એક યુવતી સાથે બોય્ઝ હોસ્ટેલમાં બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને એક સંદિગ્ધની ધરપકડ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ જ્યારે પીડિતા બોય્ઝ હોસ્ટેલમાં પહોંચી, ત્યારે તેને પહેલાં પિત્ઝા અને સોફ્ટ ડ્રિન્ક આપવામાં આવ્યાં હતાં. થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે પોતાને હોસ્ટેલમાં જોઈ અને તેને સમજાયું કે તેની સાથે બળાત્કાર થયો છે.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના આઈઆઈએમ-કલકત્તામાં આવેલી બોય્ઝ હોસ્ટેલમાં બની હતી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે તેને જોબ કાઉન્સિંગ સેશન માટે હોસ્ટેલ બોલાવવામાં આવી હતી. ત્યાં તેને પિઝ્ઝા અને કોલ્ડ્રીંક્સ સર્વ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે ડ્રીંક પીધુ ત્યારે તેને એવું લાગ્યું કે તેમાં કંઈક નશીલો પદાર્થ મિક્સ કરવામાં આવ્યો છે. આ પછી તે બેભાન થઈ ગઈ હતી. હોશમાં આવ્યા બાદ તેને ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ થયું છે.
પિડીતાને આપી ધમકી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ ધમકી આપી અને કહ્યું હતું કે ઘટના વિશે જો કોઈને જણાવ્યું તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. ત્યારબાદ પીડિતાએ તરત તેની મિત્રનો સંપર્ક કર્યો અને હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. આરોપી વિદ્યાર્થીની શુક્રવાર રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. હાલઆ ઘટના અંગેની તપાસ ચાલુ છે.