ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, આંધી-તોફાન સાથે બગડી શકે છે માહોલ

Share this story

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લા – ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં આજથી આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ : હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે રવિવારે બપોરે કરેલી આગાહમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યુ તે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી.

AccuWeather.com પ્રમાણે આજે સોમવારના દિવસે અમદાવાદમાં એક ડિગ્રી જેટલી ગરમી ઘટશે એટલે કે ગરમી ૪૧ ડિગ્રી આસપાસ રહેશે.. ૬૭ ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૨૯ ટકા જેટલું રહેશે. હવાની ગતિ ૨૬ કિમી પ્રતિકલાક તેમજ વિઝિબિલિટી ૧૦ કિમીની રહેશે. સાંજ પડે આકાશ વાદળોથી ઢંકાશે.

૧૬મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧૭મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, દીવના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો :-