Thursday, Oct 23, 2025

આજે ગાંધીનગર વિધાનસભામાં થશે રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન, ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય કેટલું હોય છે ? જાણો અહીં 

2 Min Read

Voting for the post of President

  • ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

આજે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મતદાન થશે. 21મી જુલાઈએ સંસદ ભવનમાં (Parliament House) મતગણતરી કરવામાં આવશે. જ્યારે 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ (The new president) શપથ લેશે. ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

બેલેટ પેપરમાં કોઈ પાર્ટીનો ચિહ્ન હોતો નથી. સાંસદોને લીલા રંગનું બેલેટ પેપર ધારાસભ્યોને ગુલાબી બેલેટ પેપર, વાયોલેટ શાહી સાથે ખાસ ડિઝાઇન કરેલી પેન દ્વારા વોટિંગ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાતો નથી. 1971ના સેન્સને આધારે ધારાસભ્યનાં મતનું મૂલ્ય નક્કી કરાશે. એક સાંસદનાં વોટનું મૂલ્ય 700 વોટ હોય છે.

ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 147 વોટ (રાજ્યની વસ્તીને આધારે) ઉત્તરપ્રદેશનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 208 વોટ (રાજ્યની વસ્તીને આધારે) પંજાબનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 118 વોટ(રાજ્યની વસ્તીને આધારે ) ઉત્તરાખંડનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 64 વોટ(રાજ્યની વસ્તીને આધારે) ગોવાનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 20 વોટ(રાજ્યની વસ્તીને આધારે)દેશનાં ધારાસભ્યોના કુલ મતની સંખ્યા 5,43,231 છે.

સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું ?

એમાં જોગવાઈ એવી છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.

આ પણ વાંચો –

Share This Article